ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ભવન ખાતે શુભેચ્છા મુલાકાત

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ભવન ખાતે શુભેચ્છા મુલાકાત

2013 થી 2015ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભવનની મુલાકાત લઈ જૂની યાદોને તાજી કરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવિય કાયદા ભવન ખાતે તા. 11 ઓગસ્ટ, 2026ના રોજ વર્ષ 2013 થી 2015 દરમિયાન ભવનમાં અભ્યાસ કરેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભવનના વર્તમાન વિદ્યાર્થીઓ, વર્તમાન તથા ભૂતપૂર્વ ક્લાસરૂમ અને ભવનના વિવિધ પરિસરોની મુલાકાત લઈને પોતાના વિદ્યાર્થીકાળની યાદોને તાજી કરી હતી. લાંબા સમય બાદ ભવનની મુલાકાત લેતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળ દરમિયાન ભવન સાથે જોડાયેલી વિવિધ યાદો, અનુભવો અને સંસ્મરણો વર્તમાન વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા હતા.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના વિદ્યાર્થી જીવન દરમિયાન ભવન સાથે જોડાયેલી યાદોને વાગોળતા જણાવ્યું હતું કે ભવન સાથે તેમનો સંબંધ માત્ર અભ્યાસ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ અહીં પ્રાપ્ત થયેલું શિક્ષણ, માર્ગદર્શન, મિત્રતા અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમના જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની રહ્યા છે.

પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભવનના અધ્યક્ષશ્રી ડો. ભગીરથસિંહ માંજરિયા સાથે પણ મુલાકાત કરી હતી. અધ્યક્ષશ્રીએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરી ભવનની વર્તમાન શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિવિધ કાર્યક્રમો, સંશોધનકાર્ય તેમજ ભવન દ્વારા કરવામાં આવતી વિવિધ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી.

અધ્યક્ષશ્રી ડો. ભગીરથસિંહ માંજરિયા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વર્તમાન વિદ્યાર્થીઓ સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો તથા ભવનના વર્તમાન શૈક્ષણિક વાતાવરણ, ભવન પરિસર અને હાલમાં ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ તથા કામગીરી અંગે વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો હતો.

મુલાકાત દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વર્તમાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી પોતાના અભ્યાસકાળના અનુભવો તથા સંસ્મરણો શેર કર્યા હતા. સંવાદ દ્વારા વર્તમાન વિદ્યાર્થીઓને પણ ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે જોડાવાની અને તેમના અનુભવોમાંથી શીખવાની તક મળી હતી.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મુલાકાતે ભવન અને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચેના સતત અને આત્મીય સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો. આવી મુલાકાતો દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદ, માર્ગદર્શન અને શૈક્ષણિક જોડાણને પ્રોત્સાહન મળે છે.

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવિય કાયદા ભવન દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથેના પ્રકારના જોડાણને ભવિષ્યમાં પણ વધુ મજબૂત બનાવવા અને Alumni–Student Interactionને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

11-08-2026